Microfinance yojana 2023: માઈક્રોફાયનાન્સ યોજના, લધુ ધિરાણ યોજનામાં અરજી કેવી રીતે કરવી
Microfinance yojana 2023: માઈક્રોફાયનાન્સ યોજના, લધુ ધિરાણ યોજના શરુ કરવાનો મુખ્ય હેતુ નાના પાયા પર ધંધો/વ્યવસાય શરૂ કરવા માટે લોન/સહાય આપવાનો છે.આ યોજનાનો લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી, કોને લાભ મળે વગેરે જેવી તમામ માહિતી આ આર્ટિકલમાં આપવામાં આવેલ છે.
લોન મેળવવાની પાત્રતા
- અરજદાર વિચરતી કે વિમુક્ત જાતિના હોવા જોઇએ.
- તા.૧/૪/૨૦૧૮ થી આવકની પાત્રતામાં કુટુંબની વાર્ષિક આવકની મર્યાદા ₹. ૩ લાખ સુધીની રહેશે, જેમાં ₹. ૧.૫૦ લાખ સુધીની વાર્ષિક આવક ધરાવતા કુટુંબો માટે ધિરાણની કૂલ રકમના ઓછામાં ઓછા ૫૦ ટકા રકમ ફાળવવામાં આવશે.
- અરજદારની ઉમર અરજીની તારીખે ઓછામાં ઓછી ર૧ વર્ષ અને, ૫૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.
- અરજદારને તાંત્રિક અને કુશળતા ધરાવતાં ધંધા/વ્યવસાયના કિસ્સામાં અનુભવ હોવો જરૂરી છે.
- અરજદારે લોન મેળવવા માટે યોગ્ય જામીન આપવાના રહેશે.
યોજનાની મુખ્ય લાક્ષણિકતાઓ
- આ યોજનામાં લોનની મર્યાદા વધુમાં વધુ ₹. ૬૦,૦૦૦/- સુધીની છે.
- વ્યાજનો દર વાર્ષિક પ % રહેશે.
- જેમાં ૯૦% રાષ્ટ્રીય નિગમ અને ૫% રાજ્ય સરકાર, જયારે લાભાર્થીએ પ % પોતાનો લાભાર્થી ફાળો આપવાનો રહેશે.
- આ લોનની રકમ વ્યાજસહિત ૪૮ સરખા માસિક હપ્તામાં ભરપાઇ કરવાની રહેશે.
Post a Comment