કસ્તુરબા પોષણ સહાય યોજના 2023 

કસ્તુરબા પોષણ સહાય યોજના 2023 : સગર્ભાવસ્થામાં છ માસના ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ. ર૦૦૦/-  ની સહાય 2)સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ. ૨૦૦૦/-  ની સહાય 3)બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન – એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/-  ની સહાય આમ, કુલ રૂ. ૬૦૦૦/-  ની સહાય લાભાર્થી માતાને મળશે.


કસ્તુરબા પોષણ સહાય યોજના 2023



લાભ કોને મળે

શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ (ત્રણ બાળકો સુધીની પ્રસૂતિ માટે) • જે જિલ્લાઓમાં ઈન્દિરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પાડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે.

લાભ ક્યાંથી મળે

• નજીકના સ્ત્રી આરોગ્ય કાર્યકર પાસે. નાણાં સીધા લાભાર્થીના બેંક ખાતામાં પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે.

યોજનાનો લાભ મેળવવા માટેની પદ્ધતિ

• લાભાર્થીએ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી પ્રથમ હપ્તો મળવાપાત્ર થશે.

• ગરીબી રેખા હેઠળની સગર્ભા માતાઓ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના

દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવા પાત્ર થશે.

• ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવા પાત્ર થશે.

આ પણ વાંચો :-

યોજના અંતર્ગત સહાય/લાભ

• સગર્ભાવસ્થામાં, પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂા.૨૦૦૦/- ની સહાય.

• સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂા.૨૦૦૦/- ની સહાય.

. બાળકની માતાને પોષણ સહાયરૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન-એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂા.૨૦૦૦/-ની સહાય.

આમ, કુલ મળી રૂા.૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે.

Post a Comment

Previous Post Next Post